Posts

Blue Adhaar Card : હવે આ નવું આવ્યું, બ્લુ આધાર કાર્ડ – જાણો શું છે બ્લુ આધાર કાર્ડ


Blue Adhaar Card : આધાર કાર્ડ તો બધાએ જોયું હશે અને તમારી પાસે આધાર કાર્ડ પણ હશે, પરંતુ બ્લુ આધાર કાર્ડ વિશે સાંભળ્યું ? જો નથી સાંભળ્યું તો આજે અમે તમને બ્લુ આધાર કાર્ડ વિશેની માહિતી આપીશું. તો આ લેખ છેલ્લે સુધી વાંચજો, જેથી બ્લુ આધાર કાર્ડ વિશે મહત્વપૂર્ણ જાણકારી તમને મળી રહે.

તમને બધાને ખબર જ છે કે આજકાલ આધાર કાર્ડ કેટલું મહત્વનું ડોક્યુમેન્ટ છે, દરેક નાની નાની બાબતોમાં આધાર કાર્ડની જરૂર પડતી હોય છે. જો આધાર કાર્ડ ના હોય તો લગભગ મોટા ભાગના સરકારી કામ થઈ જ ના શકે, એવામાં આધાર કાર્ડને લઈને આવતા નવા સમાચાર વિશેની જરૂરી માહિતી આપણી પાસે હોવી જોઈએ તો ચાલો બ્લુ આધાર કાર્ડ શું છે તે જોઈએ.

Blue Adhaar Card શું છે ?


Aadhar Card Loan : ઘરે બેઠા આધાર કાર્ડથી 50,000 રૂપિયાની લોન મેળવો,અહીંયા અરજી કરો



જેવી રીતે 5 વર્ષથી વધારે ઉંમરના નાગરિકો માટે સામાન્ય આધાર કાર્ડ હોય છે તેવી રીતે 5 વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકો માટે બ્લુ આધાર કાર્ડ બને છે. આ આધાર કાર્ડને બાલ આધારકાર્ડ પણ કહે છે. તો ચાલો બ્લુ આધાર કાર્ડ વિશે થોડી સામાન્ય જાણકારી જોઈએ.

  • બ્લુ આધાર કાર્ડ 5 વર્ષથી નાના બાળકો માટે બનાવવામાં આવે છે.
  • આ પ્રકારના આધારકાર્ડ બાળકની બાયોમેટ્રિક માહિતી નથી હોતી જેમ કે ફિંગર પ્રિન્ટ વગેરે…
  • બ્લુ આધાર કાર્ડ માં પણ સામાન્ય આધાર કાર્ડની જેમ 12 અંકનો આધાર નંબર હોય છે.
  • 5 વર્ષથી નાના બાળકો માટે જ્યાં આધાર કાર્ડની જરૂર પડે છે ત્યાં આ આધાર કાર્ડ નો ઉપયોગ કરી શકાય છે.

બ્લુ આધાર કાર્ડ બનાવવા માટે જરૂરી દસ્તાવેજ

  • બાળકનું જન્મ પ્રમાણ પત્ર અથવા હોસ્પિટલ ડિસ્ચાર્જ સ્લીપ
  • માતા અથવા પિતાએ બે માંથી કોઈ પણ એકનું આધારકાર્ડ

બ્લુ આધાર કાર્ડ કેવી રીતે બનાવવું ?

જે પણ માતા પિતાને પોતાના બાળકનું બ્લુ આધાર કાર્ડ બનાવવું છે તેઓ એ નજીકના આધાર સેવા કેન્દ્ર પર પોતાના બાળક સાથે ઉપર મુજબના દસ્તાવેજ લઇને જવાનું રહેશે, અહી તમારા બાળકનું બ્લુ આધાર કાર્ડ બનાવી આપશે.

15 વર્ષ પહેલાં આધાર કાર્ડમાં સુધારો કરવો પડશે

જે પણ બાળકનું બ્લુ આધાર કાર્ડ બને છે તે બાળકના 5 વર્ષ થઈ ગયાં બાદ આધાર કાર્ડમાં બાયોમેટ્રિક માહિતી ઉમેરવા માટે આધાર કાર્ડમાં સુધારો કરવો પડે છે, બાળક 15 વર્ષનું થાય તે પહેલાં તેના આધાર કાર્ડમાં બાયોમેટ્રિક માહિતી દાખલ કરવા માટે આધારકાર્ડ સુધારવું જરૂરી બને છે.

આશા રાખું છું કે તમને આ માહિતી ઉપયોગી થઈ હશે, જો તમારા પરિવાર કે આસપાસ માં કોઈને 5 વર્ષથી નાના બાળકનું આધાર કાર્ડ બનાવવું હોય તો તેને આ આર્ટિકલ જરૂર શેર કરજો, ધન્યવાદ.

Post a Comment