Posts

ration card e-kyc online gujarat: ઘરે બેઠા મોબાઈલ દ્વારા જ આ રીતે રેશનકાર્ડનું ઈ કેવાયસી કરો

ration card e-kyc online gujarat : હાલ તમને ખબર જ હશે કે ગુજરાતમાં રાશનકાર્ડનું ઈ કેવાયસી ને લઈને લોકો ખૂબ પરેશાન થાય છે કેમ કે મળતા સમાચાર મુજબ વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ માટે પણ રાશનકાર્ડનું ઈ કેવાયસી થયેલું હોવું જોઈએ ઉપરાંત 30 સપ્ટેમ્બર સુધી (તારીખ બદલાય શકે છે) જેણે રાશનકાર્ડનું ઈ કેવાયસી નહિ કરાવ્યું હોય તેને રાશન મળતું બંધ થઈ જશે તેવા સમાચાર મળી રહ્યા છે.

આ ઉપરાંત જે લોકો રાશનકાર્ડનું ઈ કેવાયસી કરાવવા જાય છે તેને પણ લાંબી લાઈનોમાં ઉભવુ પડે છે અને ઘણી રાહ જોવી પડે છે, આ બધી સમસ્યાનું સમાધાન તમને આ લેખમાં મળવાનું છે… કારણ કે અહી અમે તમને કેવી રીતે ઘરે બેઠા મોબાઈલ દ્વારા જ ઓનલાઇન રાશનકાર્ડનું ઈ કેવાયસી કરી શકાય તેની માહિતી આપવાના છે, તો આ લેખ છેલ્લે સુધી વાંચજો.

ઘરે બેઠા ઓનલાઇન ઈ કેવાયસી કરો | Ration Card E-kyc Online Gujarat

How to do ration card eKYC Online : 

ઘરે બેઠા ઓનલાઇન Ration Card E-kyc કરવા માટે ત્રણ વસ્તુની જરૂર પડશે.

  1. 15 આંકડાનો રેશન કાર્ડ નંબર
  2. 12 આંકડાનો આધાર કાર્ડ નંબર
  3. રજીસ્ટર મોબાઈલ નંબર

આ ત્રણ વસ્તુ હાજર હોય તો તમે સરળતાથી ઘરે બેઠા મોબાઈલ દ્વારા જ રાશન કાર્ડનું ઈ કેવાયસી કરી શકો છો.


  • સૌપ્રથમ તમારે play store પરથી my ration (Gujarat) નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે.
  • જો પહેલેથી તમે આ એપમાં તમારા મોબાઈલ નંબર દ્વારા રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો ડાયરેક્ટ મોબાઈલ નંબર વડે ઓપન કરી શકો છો નહીંતર તમે તમારું નામ અને મોબાઈલ નંબર દાખલ કરીને આગળ વધો.
  • હવે ઓટીપી દાખલ કરી આગળ વધો.
  • આ રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારી સામે ઘણા બધા ઓપ્શન ખુલી જશે.
  • આ ઘણા બધા ઓપ્શનમાંથી તમારે પ્રોફાઈલ નામનું ઓપ્શન પસંદ કરવાનું છે.
  • હવે “રેશનકાર્ડ લિંક કરો” તેના પર ક્લિક કરો.
  • હવે રાશનકાર્ડ નંબર દાખલ કરો અને જ્યાં આધાર નંબર દાખલ કરવાનું ઓપ્શન છે ત્યાં આધાર નંબરના છેલ્લા ચાર આંકડા દાખલ કરો, હવે ઓટીપી આવશે તે દાખલ કરો.
  • હવે તમારે આ એપ્લિકેશન માંથી બહાર નીકળી ફરી આ એપ્લિકેશન ઓપન કરવાની છે.
  • હવે તમારે આધાર ઈ કેવાયસી ઓપ્શન પસંદ કરવાનું છે.
  • હવે તમને આધાર ફેસ આરડી એપ ડાઉનલોડ કરવાની લીંક મળશે, તેની મદદથી તે એપ ડાઉનલોડ કરો.
  • આ એપ્લિકેશન ડાઉનલોડ થઇ જતા, ફરી માય રેશન ઉપર આવવાનું છે, અહી આગળ વધશો એટલે રાશન કાર્ડ નંબર અને આધાર કાર્ડના છેલ્લા ચાર અંક દાખલ કરવાના થશે.
  • હવે આગળ વધશો એટલે એક ઓટીપી આવશે આ ઓટીપી દાખલ કરી આગળ વધો.
  • હવે આ એપ્લિકેશન માંથી બહાર નીકળી ફરી આ એપ્લિકેશન ઓપન કરવાની છે.
  • હવે તમને રાશનકાર્ડમાં નોંધાવેલા સભ્યોના નામ દેખાશે.
  • જે સભ્યનું ઈ કેવાયસી કરવા ઈચ્છો છો તેના પર ક્લિક કરો.
  • હવે આધાર કાર્ડ સાથે લીંક નંબર હશે તેમાં ઓટીપી આવશે તે ઓટીપી દાખલ કરો.
  • જે સભ્યનું ઈ કેવાયસી માટે સિલેક્ટ કર્યું હતું તે સભ્યનો ફોટો માટે ઓપ્શન આવી જશે.
  • ફોટો લેવાઈ ગયા બાદ, મંજૂરી આપશો એટલે બે-ત્રણ દિવસમાં તે સભ્યનું ઈ કેવાયસી થઈ જશે.
  • આવી રીતે એક પછી એક બધા સભ્યનું ઈ કેવાયસી કરી શકો છો.

આવી રીતે તમે ઘરે બેઠા ઓનલાઇન રાશનકાર્ડનું ઈ કેવાયસી કરી શકો છો, જો આવી રીતે ઈ કેવાયસી કરવામાં મુશ્કેલી થતી હોય તો તમે રાશન ડીલર પાસે જઈને પણ ઈ કેવાયસી કરાવી શકો છો.

  1. Submit option
  2. My Ration(Gujarat) Application : Click Here


Post a Comment